આપ કહો તો ગુલાબ મોકલું
ને આપ કહો તો
બેતાબ મનનો રૂઆબ મોકલું..
આપ જો રંગાઈ શકો
અમારી લાગણીઓથી
તો હોળી પહેલાં
ગમતાંનો ગુલાલ મોકલું.
નાદાન અમારું રદય થનગને છે
આપના દિલમાં સ્થાપિત થવા
આપ જો કહો તો
દિલમાં ઝીણા ઝીણા ધબકાર મોકલું.
આપ કહો તો ગુલાબ મોકલું.
🌹🌹🌹🌹🌹🌹
©અશ્ક રેશમિયા