જીવનની ઝપાટાભેર મુસાફરીનો તું જ એક વિસામો
તું જ એક ઠંડો છાયો,તું જ એક હુંફાળો માળો
કરી'તી ગુસ્તાખી એમ વિચારીને કે ભુલી જાઉં તને
જેવો ભુલવા ગયો, ભુલી ગયો ખુદનો જ વરતારો
યાદ છે હજી મને આપણી શરૂઆતની મુલાકાતો
તારું રોજ રોજ આવી,સામે બેસવાનો નઝારો
દિલ તો ત્યારે જ દઈ દીધું તું,ફક્ત દુનિયા રાખી'તી બાકી
એય થઈ ગઈ તારી,બોલ હવે શું રાખ્યું છે બાકી?
કરી શકું કઈ પણ તારા માટે તોય એ ઓછું લાગે
તારા સ્મિતનું બ્રહ્માસ્ત્ર સીધું કાળજે વાગે
તું જ છે અહી,તું જ તહી ને તું જ છે સર્વત્ર,
તારા વગર પાનખર, ને તારી સાથે વસંત મારો જન્મારો.
- નિર્મિત ઠક્કર