જે વ્યક્તિ અંતરની પીડાને વ્યક્ત કરવા કલમ ચલાવતી,
આજે એણે એ સહારો લેવાનો બંધ કરી દિધો છે,
ત્યારે એને કોણ પૂછશે, 'કે શું થયું છે'?
હસતી-રમતી, બધા સાથે મજાક-મસ્તી કરતી અને સૌને બોલાવતી,
આજે ફક્ત સ્મિત ફરકાવીને નીકળી જાય છે,
ત્યારે એને કોણ પૂછશે 'કે શું થયું છે'?
હતા જે પોતાના આખરે એમની પાસેથી હક્ક-દાવા છીનવી લીધા ને થઈ ગયા અબોલા કાયમના,
ત્યારે એને કોણ પૂછશે 'કે શું થયું છે'?
હવે કોણ આવશે સમસલઆહ કરાવવા અને કોણ તોડાવશે અબોલા?
અને કોણ પૂછશે 'કે શું થયું છે'?
મૈત્રી બારભૈયા