Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવથી માનવનાં મન જોડી બતાવો.
નફરતના સેતુને કોઈ હવે તોડી બતાવો.

નથી જુદા આપણે કોઈ એકબીજાથી,
જુદાઈની ભાવનાની વાત છોડી બતાવો.

સ્નેહસરિતા પરસ્પર વહેતી થવી જોઈએ,
લાગણીને માણસાઈ વર્તને થોડી બતાવો.

નથી ભેદ શરીર રચનામાં ઈશ્વરે રાખ્યો,
જાગ્યે સવાર ગણીને મોડીમોડી બતાવો.

વેર,વૈમનસ્ય,મતભેદ સૌએ ભૂલવા ઘટે,
સંકીર્ણતાની શિરમટુકીને ફોડી બતાવો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111916472
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now