હશે કોઈ દૂર હજી પડઘા માં સાદ આવે તો છે..
ચાલ નીકળીએ મન, મૂકેલા શ્વાસ તો પાછા આવે છે.
આજ તો પાંપણ ઉંચકીને ક્ષિતિજ ને નિહાળી અમે..
ધરતી-આકાશ પણ મળે એવો આભાસ થાય છે.
કુરબાની ની તો હદ વટાવી દીધી અમે આખર સુધી...
મારો અહંમ ક્યાંક તો અથડાય ને આવી જાય છે.
ક્યાં સુધી પંડ ને ભૂલી ને પરાયા ની પૂજા કરવી દોસ્ત.
મન ને મારી ભલભલા અહી ઈશ્વર ને પામી જાય છે.
કાલ મળશું , એમ કહી જાણે સમય ને રોકી લીધો ..
એને શું ખબર અહી ઇંતેજાર માં સદી વટી જાય છે.
જાણો તો અઘરું નથી ગ્રંથ માં પાના ઉલેચવા અહી..
પણ માણો તો જ અહી ગિરધર દેખાય જાય છે.