....પ્રહાર કુહાડીનો
આંખોથી મળતો એ આવકાર ગયો;
સ્પર્શ માત્રથી થતો જે ઉપચાર ગયો;
કઠપૂતળી જેમ જ નાચતાં રહ્યાં સદા,
હતો જે ખરેખર એ જ કિરદાર ગયો;
હતાં સામે એ, બન્યાં હાથા જેમાંથી!
છતાં ખાલી ના કુહાડીનો પ્રહાર ગયો;
સાથ છૂટતાં તારું કંઈ ગયું કે ના ગયું,
પરંતુ, મારો તો સમસ્ત સંસાર ગયો;
સદા રહે જીવંત તારો પ્રેમ દિલે "વ્યોમ"
તો, લાગે નહીં કે એળે અવતાર ગયો;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.