અસ્તિત્વ
લહેરાવા દે ધીમો, વસંતનો વાયરો
ખૂબ જોયા છે અમે ગ્રીષ્મનાં તાપ.
અંધને કરેલી પ્રકાશની પરીક્ષા જેવો
ન આપો કોઈ મને સહીયારો સન્તાપ.
વ્હાલથી રોપ્યા છે બીજ અનેક
એની કૂંપળ તોડી ના કરશો પ્રહાર.
હજુ આંખો ઉઘાડી દુનિયા જોઈ
સપનાં ઠારી મને મારશો ના કોઈ.
ઘડી બેઘડી શ્રાવણી શ્વાસ લીધો,
એમાં ભડકો કરી ના દઝાડશો કોઈ.
એક રજ જેવડું અસ્તિત્વ મારું
એને ફૂંક મારી ના ઉડાડશો કોઈ.
✏️_____ 😇