ટેરવુ
હિબકે ચડ્યુ છે..
મોબાઈલ ફોન,
ટેબ્લેટ,
લેપટોપ,
આઈ પેડ,
કોમ્પ્યુટર....
ટેરવુ ટુંક ટુંક કરીને થાકી ગયુ છે...
એને
બાળકના ગાલ પર
મૃદુ સ્પર્શ કરવો છે...
માતાનો હાથ બની
દીકરીના વાંસા પર સરકવું છે...
કોઈ સાથે હાથ મિલાવી
રોમાંચ અનુભવવો છે...
દુઃખી વ્યક્તિને સુંવાળો
સ્પર્શ કરીને
સધિયારો આપવો છે...
તે હવે
મૃદુ સ્પર્શ
કરવાનો
પોતાનો
હક્ક માગી રહ્યું છે...
ટેરવૂ
હીબકે ચડ્યુ છે....