સત્યતા..
સૂરજની લાલીમા એ ખુશનુમા પ્રકૃતિ ઘણી
ભૂલી જવાય છે ઉગતા ને આથમવાનું હોય છે.
આ સિંદુરી ગગન ની મહિમા પણ કેવી ન્યારી?
ઉષા નિશા અને રજની બની નીખરવાનું હોય છે.
વિશાળ આભલે ઉડવાની ઈચ્છા તો ઘણી જ
સહજપણે ધરાની હકીકતને પણ સ્વીકારવાનું હોય છે.
ખરી જાય છે પુષ્પો પણ કિંમત બદલાતી નથી,
કેમકે એણે પણ અત્તરમાં બદલાવવાનું હોય છે.
સૂર્ય ગ્રહો ને નક્ષત્ર બ્રહ્માંડની આ રચનામાં
સમયાંતરે તારાઓને પણ ખરવાનું હોય છે.
જીતને જીતવામાં ક્યારે મળે નિરાશાઓ છતાં,
પ્રખર પ્રયાસોમાં આશાના મોતીને સરકવાનું હોય છે.
લખાયેલી છે વ્યથા વ્યથાએ કથા ને કવિતા,
શાશ્વત સત્યતા એ જ કે જીવનને મહેકાવાનું હોય છે.
દર્શના હિતેશ જરીવાળા