તું અહીં જ ક્યાંક છે,
પાછળ ફરીને જોવું
ક્યારેક આગળ
તુ છે એની ખાતરી થઈ જાય છે.
મને યાદ આવે છે એ દિવસો,
દરિયાના મોજા ઉછળતા હતા
તું કંઈક બોલી હતીને
એ પછી રેતીમાં સંબંધો પથરાયા હતા
કાંઠાઓને ઓટનો ઉઘાડ આપ્યો હતો.
આજે શું?
મનનાં મેદાનમાં નજર ફેરવતાં
શોઘુ તારો ચહેરો
મારી આંખ સામે નૃત્ય કરે છે
સાગરની દાંડી યાત્રા
અને દરિયાનો કિનારો.
હું અહીં વસી જવા માગું છું!
થાય છે કે,
તું અહીં જ ક્યાંક છે!