ના વાદ કે વિવાદ કરો.
સંકટમાં હરિને સાદ કરો.
આવતું દુઃખ જીવનમાં,
ના મનમાં એનો વિષાદ કરો.
સૂઝે સત્કાર્ય કરવાનું,
ના લેશ એમાં પ્રમાદ કરો.
હળીમળીને હેત પ્રસારો,
ના કદીએ વિખવાદ કરો.
મળે જો ગુણીજન કદી,
એનાથી તમે સંવાદ કરો.
આફતથી ના અકળાવો,
ધીરજ પાથેય હાથ ધરો.
મહેનતનું ફળ પામવાને,
નિરાશા મનથી બાદ કરો.
સઘળે વસે છે શ્રીહરિ તો,
નામસ્મરણનો સ્વાદ કરો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.