શું કામ ચિંતા કરવી ?
જન્મ કયારે થશે ને
ક્યારે અટકી જશે આ શ્વાસ
એની કોઈને નથી હોતી ખબર
પછી શું કામ ચિંતા કરવી ?
ખાલી હાથે જ આવ્યાં હતાં ને
જતી વખતે પણ
આ હાથ તો ખાલી જ રહેવાનાં છે.
પછી શું કામ ચિંતા કરવી ?
જીવનભર સંબંધોમાં ગૂંચવાયેલા રહીશું,
ધન કમાવા ધમપછાડા કરશું,
બે પળ ખુશ તો
પાછું દિલ તૂટતાં મન ભરીને રડીશું.
કોઈનાં માટે લડીશું.
કોઈ સાથે નહીં આવે.
પછી શું કામ ચિંતા કરવી ?
ઝૂંપડી બાંધીશું કે મોટી બિલ્ડિંગ,
બધું અહીં જ તો રહેવાનું.
પછી શું કામ ચિંતા કરવી ?
જેટલું જીવન માણશું એ જ આપણું.
સ્નેહીઓ પણ થોડાં દિ માં ભૂલી જશે.
પછી ચિંતા શું કામ કરવી?
આ માટીનો દેહ છે ને
માટીમાં જ મળી જશે પછી
એને શણગારવાની ચિંતા શું કામ કરવી ?
એટલે બસ જીવવાનું,
ચિંતા શું કામ કરવી ?
ચૌહાણ ભાવના "મીરાં"
સાવલી.
-Bhavna Chauhan