જીવન ની સફર પણ ગજબ છે!
કોઈ ક્ષણ સુખ તો કોઈ ક્ષણ દુઃખ.
કોઈ પળ આનંદ ની તો કોઈ પળ શોક ની.
કોઇક દિવસ પરમ શાંતિ ની અનુભૂતિ તો કોઇક દિવસ અશાંતિ.
કોક દી મોજે દરિયા તો વળી કોક દી વેરાન વન.
ક્યારેક મન ઉદાસીન તો ક્યારેક આનંદી.
કોક દી હર્ષ તો કોક દી ખેદ.
કોઈ વાર તિમિર તો કોઈ વાર અંધકાર.
કોઇક દિવસ ગ્લાનિ તો કોઇક દિવસ પ્રસન્નતા.
કોઇક દિવસ છત તો કોઇક દિવસ અછત.
કોક દી દુકાળ તો કોક દી સુકાળ.
" આ સુખ દુઃખ નો અનુભવ એટલે માનવ જીવન"
પરંતુ મનુષ્ય પોતાના કર્મ ને આધારે સુખ અને દુઃખ ભોગવતો હોય છે, માટે આપણાં સુખ- દુઃખ નું કારણ કોઈ બીજું નથી હોતું કદાચ નિમિત્ત હોય શકે.