" મા " તારી યાદ આવીને આંખો વરસી રહી.
ભરઉનાળે એ ચોમાસાંને અનુભવી રહી.
બાળપણ થયું સંમુખ સ્મૃતિઓના સહારે,
ઉપકારોની વણજાર ઉમટીને આંખો વરસી રહી.
કેમ વીતી ગયો સમય આટલો કૈં ખબર ન પડી,
સ્મરણોની ઘટના સળવળીને આંખો વરસી રહી.
ના મળ્યું તારા પછી કોઈ બીજું પ્રેમ પાથરનારું,
અતીત સાંપ્રતમાં ગયો ભળીને આંખો વરસી રહી.
હૃદય આખ્ખું નિચોવ્યું તારા પ્રેમ સિવાય કશું નહીં,
માતૃપ્રેમના કિસ્સા ગયા ટળીને આંખો વરસી રહી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.