ના કર ખોટા વિચાર, કોઈ રસ્તો નીકળશે.
ના કર ચિંતા વારંવાર, કોઈ રસ્તો નીકળશે.
તું કાંઈ એકલો નથી મુસીબતથી લડવાને,
હરિ હોય છે હારોહાર, કોઈ રસ્તો નીકળશે.
ધર પાથેય ધીરજનું " ધૈર્યકંથા " હરડગલામાંને,
શીદને રાખતો મનોભાર, કોઈ રસ્તો નીકળશે.
સાથ નિભાવશે તારો તને કોઈ પ્રેરણા કરી,
કરી જોને દિલથી પોકાર, કોઈ રસ્તો નીકળશે.
બની જા તું નિમિત્તમાત્ર, પુરુષાર્થનો હકદાર,
સજી લે તું હિંમત શણગાર, કોઈ રસ્તો નીકળશે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.