મળતું નથી.....
શોધું હું ખુદને ખુદમાં ક્યાંય સરનામું મળતું નથી.
ઓળખ ના પુરાવે પણ અસ્તિત્વ મારૂં કળતું નથી.
મૌન કેટલું રહેવાનું શું સદા? કોઈ પણ તો સળવળતું નથી
સપનાઓ જોવાનો હક છે કે નહીં એ પરવળતું નથી
લાગણી વહેંચવા નિકળુ બજાર માં કોઈ ખરીદતું નથી.
સંબંધો માં ખુટે સ્નેહ પણ કોઈ પિરસતુ નથી.
જીવન જીવવાની જડીબુટ્ટીઓ મળે અનેક પણ કોઈ ગળતું નથી.
થોથે પડ્યું જ્ઞાન અખુટ પણ એ કંઈ બોટલે ચડતું નથી.
મરણ છે મંઝિલ પણ એ સત્ય કોઈને ગમતું નથી.