કોઈપણ સફળ બિઝનેસમેન, નેતા, સુધારક કે પ્રચારક જોઈ લેજો, એમનું જીવન સમજી વાંચી લેજો, તેઓ બધામાં એક ગુણ એક સરખો હશે, અને એ છે
બીજા અનેક લોકોને એમની સાથે રાખી એક મોટા લક્ષ્ય તરફ કામ કરવા પ્રેરિત કરવા.
એક વ્યકિત પોતે કમાઈને અમુક લોકોને ખવડાઈ શકે, એક વ્યક્તિ પોતે ભણીને જ્ઞાની બની શકે કે એક વ્યક્તિ શારીરિક રીતે સક્ષમ થઈ શકે પણ
જો આપણી આવડતનો ઉપયોગ મોટી જનસંખ્યા કરી શકે તો પ્રગતિની મજા અને ઉપલબ્ધિ મેળવ્યાનો આનંદ જુદો હોઇ શકે.
એકલા એક લારી વાળો કમાય, આજીવન મેહનત કરી પરિવાર પોષે, તમે તમારી આજુ બાજુ આવા લારી વાળા જોયા હશે, નાનપણથી ઘડપણ સુધી એજ લારી.
પણ અમુક જ લારી વાળા એવા નીકળે જે મોટી દુકાન અને પછી ફ્રેંચાઇઝ કરે જેમને ખબર પડી ગઈ કે એકલા અમુક જ ડગલાં ભરાય અને બીજા લોકોની સાથે ફલક સુધી જવાય.
એટલે એકલા બધું કરવાની માનસિકતાથી આગળ અન્ય લોકોની ક્ષમતા વાપરી એમના અને આપણા માટે મોટા અદ્ભુત અકલ્પનીય અશક્ય દયેય રાખીને માણસ પોતે અને અન્યને મદદરૂપ થઈ શકે.
- મહેન્દ્ર શર્મા