"ઈમેજ"
ઓફિસમાં સાહિલ ફેસબુકમાં પોતાની ઈમેજ બધાને બતાવીને કહેતો હતો," જુઓ, મારી ઈમેજ, કેટલો હેન્ડસમ લાગુ છું, જુઓ 100+ લાઈક છે," સાચે જ સાહિલનો ફોટો ખુબ જ સરસ હતો. તેણે એ ઈમેજ ઓફિસમાં નવી જ જોઇન્ટ થયેલી અનામિકાને પણ બતાવી. તેણી જોઈને અવાચક રહી ગઇ. સાહિલ ઓફિસમાંથી જતો રહ્યો પછી બધાએ અનામિકાને કહ્યું, તેની ઇમેજ ખાલી ફેસબુકમાં જ સારી છે બાકી ઓફિસમાં કોઈ એને મદદ માટે કહે તો કહી દે છે,"તમને ભગવાને હાથ-પગ નથી આપ્યા?"