*મહાયોગી શ્રી અરવિંદ ઘોષ*
૫ ડિસેમ્બર ~ પુણ્યતિથિ🧘♂️🪔🧘♀️
🔸️કોલકત્તામાં જન્મ
🔸️તેમના પિતાજીએ તેમને ૭ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા.
🔸️તેઓ માત્ર *૧૮ વર્ષની ઉંમર* માં *આઈસીએસ પરીક્ષા પાસ કરેલ*...👌
🔸️આઈસીએસ પરીક્ષા બાદ ઘોડેસવારીની પરીક્ષા બ્રિટિશ સરકારમાં અધિકારી બનવા આવશ્યક. પણ તેમને *અંગ્રેજોની ગુલામી ન કરવી પડે માટે ઘોડેસવારીની પરીક્ષા ન આપી*👌 અને *રાષ્ટ્રસેવાના જીવનવ્રતને જીવનમાં સ્વીકાર્યું*🧘♂️.
🔸️તેમની પ્રતિભાથી વડોદરા નરેશ શ્રી સયાજીરાવ અત્યાધિક પ્રભાવિત હતા. તેથી તેમણે તેમના રાજ્યમાં અરવિંદ ઘોષને *શિક્ષણશાસ્ત્રી* તરીકે નિયુક્ત કરેલ.
🔸️વડોદરા રાજ્યમાં તેમણે રાજ્યની *સેનામાં ક્રાંતિકારીઓને પ્રશિક્ષણ અપાવ્યું*🕺. હજારો યુવકોને તેમને ક્રાંતિની દીક્ષા આપી હતી.👏🏻
🔸️બંગ-ભંગના વિરોધમાં તેમણે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી
🔸️અરવિંદ ઘોષે કિશોરગંજમાં *સ્વદેશી આંદોલન* નો પ્રારંભ કરેલ.
🔸️તેમણે *વંદે માતરમ્ પત્રિકા* નું પ્રકાશન શરૂ કરેલ.
🔸️ *બ્રિટિશ સરકાર તેમના ક્રાંતિકારી વિચારો અને કાર્યોથી ખૂબ જ આતંકીત હતી*. અંગ્રેજોએ ચાલીસ યુવકો સાથે અરવિંદ ઘોષની ધરપકડ કરી અલીપુર જેલમાં કેદ કરેલ. ઈતિહાસમાં આ *અલીપુર ષડ્યંત્ર કેસ* તરીકે જાણીતું બન્યું.
🔸️૧૪ વર્ષ બાદ જ્યારે હિન્દુ ભૂમિ પર પહેલો પગ અરવિંદ ઘોષે મુક્યો ત્યારે થયેલ અનુભૂતિ જણાવતાં કહે છે, *"...આ સ્થૂળ અવકાશમાં અનંતરૂપ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત રહેલો છે. તેમજ સર્વવ્યાપી પરમાત્મા સ્થૂળ પદાર્થોમાં અને શરીરોમાં વાસ કરી રહેલો છે."*
☀️....*હિન્દુત્વ-એકાત્મ દર્શનના મહાયોગી, આધ્યાત્મિક વિભૂતિ, ક્રાંતિકારી, કવિ શ્રી મહર્ષિ અરવિંદ ઘોષની પુણ્યતિથિએ આપણે સૌ રાષ્ટ્રહિત જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરીએ.*🌸🌸🌸
ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏