.... " બદલ્યો મિજાજ મોસમે "
કેવો આ મોસમ તેં બદલ્યો છે આજ મિજાજ?
કે વિરહમાં તડપતાને તડપાવતાં ન આવી લાજ;
ઠંડી ઠંડી બૂંદોનો બહાર તેં કર્યો છે ખૂબ વરસાદ;
ધીમે ધીમે પણ ભીતર કોઈની જગાવી દિધી યાદ;
બદલાતા આ મિજાજમાં લાગે છે તારો કૈંક સ્વાર્થ;
નહીંતર આમ થોડું કોઈ બદલે, હોય જે રૂપ યથાર્થ;
શિયાળાની ગુલાબી ઠંડી પણ છે ઘણી અજીબ;
શીતળ ઠંડીની મજા માણવા ચોમાસે લીધી જિદ્દ;
કે પછી, કોઈ રહી ગયું હતું ચોમાસામાં તરસ્યું;
એટલે જ શું શિયાળે "વ્યોમ" મુશળધાર વરસ્યું?
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર