પ્યાસ બુઝાવે એ સરોવર કયાંથી લાવું?
પાણી એમાં વરસાદનું ભરી ક્યાંથી લાવું?
પ્રતિબિંબ દેખાય એ માટે તાપ લાગે કે,
અરીસા જેવી પારદર્શકતા કયાંથી લાવું?
સાંભળું છું હું જીંદગીમાં ઉપયોગી બને તે,
કટુ વચનો સાંભળી મનની ધીરજ કયાંથી લાવું?
આક્રોશ ફેલાયો મનનો, કર્યો કબજો જમાવ્યો,
એવી માન્યતા ને કારણે શતિનું વચન કયાંથી લાવું?
દૂર રહેવું એ ભલાઈ છે ' તનુ ' એ વાત સાચી માની,
નજીકમાં આવેલા સંબધોમાં માપતોલ કયાંથી લાવું?
©️ હર્ષા દલવાડી ' તનુ '
જામનગર