માણસાઈનો દીવો જનેજનમાં પ્રગટી જાય.
તો ભલા ધરા તો નંદનવન સમી બની જાય.
આકાશના સ્વર્ગની કલ્પના જ બેહૂદી લાગે,
માનવતાની મહેકથી અમરાપુરી રચાઈ જાય.
દરેક આતમમાં હોય છે દીપ પ્રજવલ્લિતને,
પ્રત્યેક જનમાં જનાર્દન સહજ મળી જાય.
પૂજા, પરમેશ, પ્રાર્થના સઘળું માનવસેવામાં,
ઉપરવાળો જાણે કે રાજીરાજી થઈ જાય.
આટલી સમજણ પ્રત્યેક માનવમાં જો આવે,
ખુદ હરિ હરખે એટલા કે હર્ષાશ્રુથી ભીંજાય.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.