*મજાની દિવાળી*
એ દિવાળી આવી,
શું શું લાવી?
નવા કપડા લાવી,
નવા ફટાકડા લાવી,
એ દિવાળી આવી,
શું શું લાવી?
માવા મીઠાઈ લાવી,
ખુશીયૉનો ખજાનો લાવી,
દિવાળી આવી,
શું શું લાવી?
મનનો મિલન લાવી,
અનેરો આનંદ લાવી,
દિવાળી આવી,
શું શું લાવી?
દિવા ને મેરેયા લાવી,
પ્રેમનો પ્રકાશ લાવી,
દિવાળી આવી,
શું શું લાવી?
શ્રીરામજી ને અયોધ્યા લાવી,
કહે દિવ્ય, કેવી આ મજાની દિવાળી આવી
દિવ્યરાજસિંહ નારાણજી જાડેજા
દિવ્ય
ગઢસીસા કચ્છ
હાલ મુન્દ્રા