દિપ થી ઝગમગે છે દિવાળી
દિપની પ્રકાશની છે રાત પાળી
આકાશે ટમટમતા છે તારલા
રંગોળીમાં સજાવ્યા છે મોરલા
સુકાં મેવા ને મીઠાઈમાં છે માવા
બાળકો કહે ફટાકડા છે લાવા
સ્નેહ અને પ્રેમના પાથર્યા છે પુષ્પો
રંગબેરંગી નવા પહેર્યા છે વસ્ત્રો
ના કોઈ ગરીબ ના કોઈ છે સાહુકાર
આપજો આંગણીયે મિઠો આવકાર
નર કહે મંગલમય શુભ રહે તહેવાર
નાના મોટાના પ્રેમમય રહે વહેવાર
નારાણજી જાડેજા
નર
ગઢશીશા કચ્છ
હાલ મુન્દ્રા