ખબર નથી કેમ પણ,
આ તહેવાર, ઉત્સવ,
હવે કઈક નવા લાગે છે !!!
જીવનમાં બધું જ ગુમાવ્યા બાદ,
હવે જીવન અનેરું લાગે છે !!!
જુવાની તો વિતાવી રંગબેરંગી,
હવે આવનારું ઘડપણ નિરાળુ લાગે છે !!!
શ્વાસ તો ઘણા લીધા જીવનમાં,
પણ હવે પછી લેવાના શ્વાસ,
જીવનના અંતિમ શ્વાસ લાગે છે !!!