મારા હર એક દર્દની, તું જ એક દવા છે;
તું મળી જાય મને ફકત એ જ તો દુઆ છે;
આ જાણીતી મહેક ક્યાંથી આવી રહી છે,
લાગે છે તમને સ્પર્શી આવી આજ હવા છે;
મહેંકી ઉઠ્યું છે જીવન તમારી જ પમરાટથી,
બદલાતા મોસમ માફક બદલી મારી દશા છે;
ઓ જો સામેથી કોણ આવી રહ્યું છે સમીપ?
ખરેખર છે તું કે પછી ફક્ત મારી ભ્રમણાં છે;
"વ્યોમ"થી આવે ઈશ્વર તો એમને કહી દઉં,
કે, આજ તું નહીં પણ એ જ મારો ખુદા છે;
...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર