પ્રેમમાં તારી લાગણીના કેમ કરું મૂલ,
માળા ના મણકાથી માધવને માપવાનું મને નથી કબુલ !!
કાના ને કાજળ આંજીએ શું ફેર પડે ??, રાધાને ચંદન ચોળીયે શું ફેર પડે ??,..
મીરા તો મસ્ત છે શ્યામ રંગમાં , એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે ..
કાળને વીંધીને કૃષ્ણ ને પ્રેમ કરે તે રાધા
કાળનો કોળીયો કરીને કૃષ્ણ ને પ્રેમ કરે તે મીરાં....!!!
જીવનભર રાધા તો શ્યામની કહેવાય પરંતુ મીરા નું જીવન જ કૃષ્ણમય કહેવાયું