તોફાન લઈને બેઠો છે,
ઘણાં સન્માન સાચવીને બેઠો છે,
શંકર જેમ ઝેર પી પી ને કાયમ,
કંઠે સમાધાનો નાં સાપ વીંટીને બેઠો છે...
છે સક્ષમ ધ્રૂજવવા ધરા પરંતુ,
આવગણનાઓનો ભાર ધરીને બેઠો છે,
લલકાર્યો રાવણ - કાયમ રામ થવા પણ,
શું કરે? ,વિભીષણને ગદ્દાર કહીને બેઠો છે...
દોસ્ત મારો બદલાશે એની કોઈ આશ નથી,
લાગણીઓની ધુણી ધખાવીને બેઠો છે,
ગુમાવી સ્વનું અસ્તિત્વ હરેક પ્રસંગે,
પૂંજાય એવો શિલાલેખ થઈને બેઠો છે.
- નિર્મિત ઠક્કર