તારી સાથે સાંજ
સૂર્યાસ્તના ઢળતાં પોપચા વચ્ચેથી જયારે,
રાત આળસ મરડીને બેઠી થઈ રહી હોય..
આવા સમયે તારા હાથમાં મારો હાથ હોવો,
જાણે નવા પ્રણયની શરૂઆત થઈ રહી હોય..
નિ:શબ્દ બનીને જોતા રહીએ એકમેકને,
જ્યારે ચાર આંખો સઘળું કહી રહી હોય..
ઘૂંટાતા રહે છે ધીમે ધીમે રંગો મિલનના,
લાગે છે એક સાંજ ગુલાબી થઇ રહી હોય..
ભૂલી જાઉં છું ત્યારે હું મારાં અસ્તિત્વને,
સાંનિધ્યમાં જ્યારે તારા ઓગળી રહી હોય..
# નેહા ઠાકર