ઉપલબ્ધ છું હું એટલે,વહેંચી રહ્યા છે સૌ
માંગે છે સૌ મને,પોત પોતાની જરૂરીયાત મુજબ
થઈ રહ્યો છું શૂન્ય,કરતા ખુદમાંથી ખુદને બાદ,
હવે શેષ વધે કંઈ તો-દાખલો ખોટો,ગણતરી મુજબ
સૌ છે ન્યાયાધીશ,છે સૌના પોતીકા હુકમ,
સૌ તોડે કાયદો,પોતપોતાની હેસિયત મુજબ
જીતની બાજી પલટાઈ ગઈ હારમાં તો શું?
બદલી દેશે સૌ રમતના નિયમ સવલત મુજબ
ન બાંધી શકુ સેતુ નલ-નીલ જ્યમ તો કંઈ નહી!!!
કર યોગદાન રામકાજમાં તુચ્છ ખિસકોલી મુજબ
- નિર્મિત ઠક્કર