શબ્દ
શબ્દ એ એવો શબ્દ ભેદી બ્રહ્માસ્ત્ર બાણ,
વાગે નહીં જરી ઝખ્મ એનો ને લઈ લે પ્રાણ.
સો વિચાર કરી જીવાની પણ઼છ પછી તું ત્રાણ,
શબ્દો છુટયા પછી નહીં રોકી શકે એને આણ.
કહે નર શબ્દ બે ધારી અણીયાળી તલવારની ધાર,
એક વખત ઉગામયા પછી વરે નહીં ખાલી વાર.
નારાણજી જાડેજા
નર
મુળ ગઢશીશા
હાલ મુન્દ્રા કચ્છ .