Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાલ બહાદુર શાસ્ત્રી જયંતીની શુભકામના

કદ નાનું ને મહત્વકાંક્ષા જેની ઊંચી હતી;
એટલે જ તો એ વિરોધ પક્ષને ખૂંચી હતી;

સાત્વિક ભોજન અને વિચારો હતા ઉચ્ચ,
સાદગી ને સરળતા જ એમની પૂંજી હતી;

ઈચ્છતા કાયમ તેઓ પ્રગતિ ભારત દેશની
હૃદયમાં પ્રથમ ફોજ તો દ્વિતીય કૃષિ હતી;

ઉન્નતિના શિખરે પહોંચાડવાની રાખી નેમ,
ભારતને નંબર એક બનાવવાની વૃત્તિ હતી;

પણ અફસોસ કે થયું મૃત્યુ રહસ્યમય રીતે,
એમના મરણમાં પણ ઘણી આંટીઘૂંટી હતી;

છે જન્મ દિવસ લાલ બહાદુર શાસ્ત્રીજીનો,
"વ્યોમ" શાસ્ત્રીજી પ્રભુની વિરલ કૃત્તિ હતી;


✍...©વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111898315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now