જગતનાં ઝેરને વારંવાર પીને જીવવાનું આંકરું.
પોતાનાનાં પ્રહારો સહીસહીને જીવવાનું આંકરું.
જશ તો ભાગ્યે જ મળતો જગતમાં ક્યારેક કદી,
અપજશની યાતના ખમીખમીને જીવવાનું આંકરું.
રોજ થોડાથોડા મરવું પડે છે અહીં જીવવા માટે,
દિલની દાસ્તાન ઉરમાં સંઘરીને જીવવાનું આંકરું.
ઘસાવવાનું આપણે ક્યાં સુધી? કોઈ માપ જ નહીં,
રક્તસંબંધે લાગણીમાં વહીવહીને જીવવાનું આંકરું.
ક્યારેક તો આનો અંત આવશે એમ જાણી જીવ્યા,
હોય ધીરજ કેટકેટલી તાગીતાગીને જીવવાનું આંકરું
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.