કૃષ્ણ ને ઘરમાં લાવવા સહેલા છે,
પણ એને હૃદયમાં પધરાવવા તો,
રાધા થવું પડે ……
કૃષ્ણ ને શોધવા સહેલા છે,
પણ સ્વયં ને એનામાં સમાવવા તો ,
મીરા થવું પડે ……
કૃષ્ણ ને ભોગ લગાવવા સહેલા છે,
પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો,
એને અર્પણ કરવા તો,
સુદામા થવું પડે ……
કૃષ્ણ ભજવા સહેલા છે ,પણ
મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર, એને બોલાવવા તો ,
દ્રૌપદી થવું પડે ……
કૃષ્ણ ને મિત્ર બનાવવા સહેલા છે,
પણ એના વૈભવ ને નકારી ,
એની મિત્રતા ને પામવા તો ,
અર્જુન થવું પડે ……
કૃષ્ણ ને ગુરુ બનાવવા સહેલા છે,
પણ એની શિક્ષા ની લાજ માટે,
સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો,
અભિમન્યુ થવું પડે ……
ઈશ્વર બનીને વરદાન આપવા સહેલા છે,
પણ ઈશ્વર થઈને માણસની વેદના ભોગવવા તો,
માત્ર 'કૃષ્ણ' જ થવું પડે .
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻