Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારે મારી કશી જરુરત નથી એની મને ખબર છે.
તોયે તું કૈં જલકમલવત્ નથી એની મને ખબર છે.

તારે ભલા શું પડી એક અદના આદમીની દશાની,
કર્મોને કાપવાની કરવત નથી એની મને ખબર છે.

તારાં તો સ્તુતિ સ્તવનોને પૂજાપાઠ કરનારા ઝાઝા,
મારા જેવાની યાદ તરત નથી એની મને ખબર છે.

રાહ જોવડાવવાની રીત તારી નથી પસંદ મને જરા,
કમ્પ્યૂટરનાયુગમાં કોઈ શરત નથી એની મને ખબર છે.

છતાંય જનમાનસે તારી હાજરી ભાસતી સદાકાળ,
આ નાનીસૂની કૈં મિલકત નથી એની મને ખબર છે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111896652
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now