આજનો પુરુષ હવે પુરુષ નથી રહ્યો....એની અંદર ની સ્ત્રી એના પર હાવી થતી જાય છે. સમાજ માં ચાલતા ભ્રષ્ટાચાર , બેઈમાની સામે ઝૂલતો જાય છે , થાકી ગયો છે.
માટે આવા સંજોગો માં આનાથી બચવા માત્ર સમર્પણ જ બાકી રહ્યું છે , અને સમર્પણ સહજ સ્ત્રી સ્વભાવ છે.પુરુષ જન્મજાત સમર્પણ નથી કરી શકતો , કારણકે રોજની લડાય છે એમની સમાજ તરફ ની.સમર્પણ તેમને સ્ત્રી સ્વભાવ તરફ લઈ જાય છે કારણકે એમને બાળકો અને ઘર ની જવાબદારીઓ આવું કરવા પ્રેરે છે બાકી કોઈ પુરુષ ક્યારેય ઝુક્તો નથી.
પુરુષ જેટલું લડે છે તેટલું જ તેમનું પુરુષત્વ ખીલે છે.અને આવા પુરુષો વેઢે ગણાય એટલાં જ છે.