આવ્યો દ્વાર તમારે
આવ્યો દ્વાર તમારે તોરણો બંધાવો રે
આવ્યો દ્વાર તમારે મંડપો સજાવો રે
આવ્યો દ્વાર તમારે ચંદન તિલક કરાવો રે
આવ્યો દ્વાર તમારે ઢોલ નગારાં વગાડો રે
આવ્યો દ્વાર તમારે પ્રેમનાં પાટે બેસાડો રે
આવ્યો દ્વાર તમારે મંગલ ગીતો ગાવો રે
આવ્યો દ્વાર તમારે અંતરની આરતી ઉતારો રે
આવ્યો દ્વાર તમારે ભાવથી ભોજન કરાવો રે
આવ્યો દ્વાર તમારે મીઠા મુખવાસ જમાડો રે
આવ્યો દ્વાર તમારે નર કહે પધારો રે
દુઃખ હરો સુખ સમૃદ્ધિ ના તમે દાતા રે
મંગળવાર ને મંગલમૂર્તિ તમે આવો રે
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા