ખાલીખાલી શબ્દોને જ શું સજાવો ?
ક્યારેક દિલથી દિલ સુધી તો આવો!
અમીરાત અંતરની અદભુત અમારી,
આવીને ધબકારથી તાલ તો મિલાવો.
કોને ખબર ક્યારે શ્વાસ રૂઠી પણ જાય,
તમારી આરઝૂ મનમાંને મનમાં કાં છૂપાવો?
વાસ છે પરમનો પ્રેમ, સ્નેહને ઔદાર્યમાં,
તો પછી મનમંદીર મૂકી શોધવા કાં જાઓ?
આપણે તો મખમલી ઉરના માણસ રહ્યા,
એને શીશી સ્વાર્થ તણી કાં તમે સૂંઘાડો ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.