કોઈ વ્યક્તિ પ્રત્યે અંદરથી એકવાર નફરત થઈ જાય એ પછી લાખ કોશિશ કરો તો પણ એ પહેલા જેવો પ્રેમ નથી જાગતો. શકય છે એ વ્યકિત સાથે આખી જિંદગી કાઢી નાખવી પડે, ફરી ફરી દેહ પણ સોંપવો પડે, એક ઘરમાં રહી બધી જવાબદારીઓ નિભાવતા રહેવા છતાંય દિલથી એમનો સ્વીકાર પછી ક્યારેય નથી થઈ શકતો.
તો સામે બીજી બાજું એવું પણ બને કે જ્યાં પોતાની માનેલ વ્યકિતના દેહનો સ્પર્શ પણ ન કર્યો હોય, કદાચ ફરી ક્યારેય મળવાનું પણ ન બનવાનું હોય તેમ છતાંય એ વ્યકિત એટલી બધી આત્મીય બની ગઈ હોય છે કે કોઈ એ વ્યક્તિ વિશે આપણાં મનમાં ગમે તેટલું વિષ ઘોળવાના પ્રયત્નો કરે તો પણ એ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં તલભાર પણ ફેર નથી પડતો.
✍️_________!!