સ્વાભિમાન અને શિરોમણી ના પ્રતીક ૩૨ બત્રીસ લક્ષણા મહાવીર પુરુષ
મેઘમાયાની યશોગાથા. ( ભાગ - ૨ )
રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ સભામાં હાજર લોકો સમક્ષ
બલિદાન આપવા હાકલ કરી પણ કોઇ રાજી ના થયુ.
ત્યારબાદ બલિદાનની હાકલ
કરવા ૭-૭ દિવસ રાજ્યભરમાં ઢંઢેરો પિટાવ્યો.
પરંતુ બલિદાન આપવા કોઇ આગળ ન આવ્યુ
કારણ કે સૌને પોતાનો જીવ વ્હાલો હતો.
ત્યારે ઘોળકા પાસે રનોડા ગામે રહેતો
“વણકર” જ્ઞાતિનો વિરપુત્ર, પરોપકારી સંત “માયો”
પાટણના તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો. નાનપણમાંજ પિતા ધરમશીના અવસાના બાદ
દાદાની છત્રછાયામાં ઉછરેલ “માયો”
માતા ગંગાબાઇ (ખેતીબાઇ) ના આશીર્વાદ સાથે
પોતાના ઘર્મપત્ની હરખા (મરઘાબાઇ)ની રજા લઇ
યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થયો.
ધોળકા વિસ્તારના સર્વજનો વાજતે ગાજતે માયાને પાટણ ખાતે રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિના દરબારમાં લાવ્યા.
દરબારમાં બેઠેલા રાજવીઓ, બ્રાહ્મણો અને
અન્ય નગરજનો “મેઘમાયા” ને જોઇ
ઉભા થઇ ગયા અને બોલ્યા “આ
મેઘમાયો તો વણકર જ્ઞાતિનો અછુત છે,
તેનુ બલિદાન ધરતી માતા નહિ સ્વિકારે!”
આ સાંભળી રાજાએ સભામાં ઉપસ્થિત જ્યોતિષિઓ સામે જોયુ,
જ્યોતિષિઓએ મેઘમાયા સામે જોયુ અને એકસ્વરે
સભામાં જણાવ્યુ કે
“હે રાજા! બિજાના માટે
પ્રાણ ન્યોછાવર કરનાર મેઘમાયો અછુત
નથી! એતો બ્રાહ્મણોનો પણ ગુરુ છે!
બત્રીસ લક્ષણો વિર છે! આવા વિર નરનુ
બલિદાન ઘરતી માતા જરુરથી સ્વિકારશે!”
સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ મેઘમાયાને
બલિદાન માટે પુછ્યુ ત્યારે માયાએ
નિર્ભય, નિડર પરંતુ નમ્રતાથી જવાબ
આપ્યો “હે અન્નદાતા, મહારાજા,
મારા બલિદાનથી જો પ્રજાજનોને
પાણી મળે તો આ મસ્તક હાજર છે, પરંતુ
આપને નત મસ્તકે એક અરજ છે.”
રાજા બોલ્યા “બોલ વિર માયા બોલ, સંકોચ
રાખ્યા વગર બોલ.” ત્યારે માયાએ શિશ
ઝુકાવી અરજ કરી “મહારાજ! અમારી વણકર
જ્ઞાતિ ભારે અધોગતિમાં છે. ગરીબ છે.
પછાત છે. અસ્પૄશ્યતાનુ કલંક લાગેલ છે તે
દુર કરો. અમારા સમાજને
જ્ઞાતિબંધનોમાંથી મુકત કરી નગર વચ્ચે
નિવાસ, આંગણે તુલસીનો ક્યારો,
દેવ પૂજન નો અધિકાર, પિપળાનો છાંયો,
ઉત્ત્મ વસ્ત્રો પહેરવાની પરવાનગી, વેલ -
વંશાવલી માટે વહિવંચા બારોટ સહિત
સ્વાભીમાનથી જીવવા સમાન માનવિય અધિકારો આપો”
જે સર્વ રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ સ્વિકારી અને તેને પુર્ણ
કરવાનુ વચન આપ્યુ.
આમ ભારતના ઇતિહાસમાં દલિત સમાજને સમાન
અધિકાર અપાવનાર વિર મેઘમાયા પ્રથમ મહામાનવ હતા,
પરંતુ ઇતિહાસકારોના ચોપડે તેની કોઇ નોંધ નથી!!
વિક્રમ સંવત ૧૧૯૪, મહાસુદ સાતમને શુક્રવારે
વહેલી સવારે ઢોલ, શરણાઇ, ત્રાંસાની રમઝટ સાથે
નગરજનોના અબીલ - ગુલાલ, અને પુષ્પવર્ષા વચ્ચે વિર
મેઘમાયાની બલિદાન શોભાયાત્ર નિકળી જેમાં રાજા સિધ્ધરાજ જયસિંહ
સોલંકિ, નગર શેઠ, ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણો
અને હજારો માનવ મેદનીના જય જય કાર સાથે
સતી જસમા ઓડાણના શ્રાપને મિટાવવા,
પાટણના તરસ્યા માનવીઓના જીવ બચાવવા,
શાસ્ત્ર મંત્રોચાર સાથે સહસ્ત્રલિંગ તળાવમાં પગ મુકતાવેંતજ
આકાશમાંથી અમીછાંટણા થયા અને પાતાળમાથી ધસમસતા વેગથી જળધારાઓ ફુટી નિકળી અને પરોપકારી વીર મેઘમાયાએ
જળ સમાધી લિધી. આજે પણ પાટણમાં આ
ઐતિહાસિક તળાવ વિર મેઘમાયાના પરોપકારી
બલિદાનની સાક્ષી પુરે છે.
આમ લોક જીવનની રગેરગમાં વિર
મેઘમાયાએ ચિરંજીવ સ્થાન પ્રાપ્ય કર્યુ
સંત શિરોમણી “મેઘમાયા” ને મેઘવાળ -
વણકર સમાજ અતુટ શ્રધ્ધાથી પુજે છે.
વિર મેઘમાયાના બલિદાનની ગૌરવ
ગાથા કાયમી સ્મૃતિ તરીકે જળવાય તે માટે
સિધ્ધપુર પાટણના ગુજરાત વણકર સમાજ
સંલગ્ન “વિર માયા સ્મારક સમિતિ”
ના પ્રયત્નોથી વિર માયાના બલિદાન
સ્થળે ભવ્ય સ્મારક સંકુલ આકાર પામી રહ્યુ છે.
જય વીર મેઘમાયા
સત્ય સનાતન ધર્મ કી જય
જય રામદેવજી મહારાજ