.... " સહારો બની જાઇએ "
કોઇની મસ્ત સફરનો સહારો બની જાઇએ;
જીવનનો મન ગમતો ઉતારો બની જાઇએ;
શિયાળાની ઠંડીમાં ઉનાળો બની જાઇએ;
અમૃત રસ સરીખો ઉકાળો બની જાઇએ;
આભને જોતાં ખ્યાલમાં જાગે છે રાતભર,
એમના સારું ખરતો સિતારો બની જાઇએ;
પ્રેમ, દોસ્તી, લાગણીમાં થઈ જાય ગરકાવ,
ચાલ, એવી રીતોના વિચારો બની જાઇએ;
ભવસાગરની મઝધારમાં ચડી ગયો જે ઠેબે,
વહાલથી માથે ચુમતો કિનારો બની જાઇએ;
તડપે જોવા ફક્ત એક ઝલક મહેબૂબની,
એ જ સનમનો એક ઇશારો બની જાઇએ;
મિરા સમ કૃષ્ણની ભક્તિમાં એકાકાર થઈ,
ચાલ "વ્યોમ" એવો એકતારો બની જાઇએ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર