Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક ક્યારેક બને તો માણસ બની જવું
ધર્મ, નાત, જાત, દ્વેષ છોડી ક્યારેક
માણસ પણ છીએ એ સ્વીકારી લેવું
પ્રસંગ હોય કે ટાણુ સામે વાળાનું સાચવી લેવું


નમસ્કાર મિત્રો!!! આજે પ્રસંગ પર થોડી વાતો તમારા બધા સાથે કરવાનું મન થઈ રહ્યું છે જે અહીઁ મારા મનની વાત તમારી સમક્ષ રજૂ કરવા માંગું છું...

પ્રસંગ હોય કે ટાણુ સાચવી લેવું.... મારા મતે પ્રસંગ એટલે ખુશીનો સમય..

આપણા નજીકના સગા - વ્હાલા, સંબંધી,પાડોશી, સહકર્મી કે કોઈપણ મનુષ્ય હોય એનો સમય સાચવી લેવો....કોઈપણ પ્રસંગ હોય કે ટાણુ હોય હમેશાં એક મનુષ્ય માટે મહત્વનું જ હોય છે.

પ્રસંગ એટલે ખુશીનો સમય અને ટાણુ એટલે દુઃખનો સમય. બસ, જો જીવનમાં તમે કોઈપણ મનુષ્યના આ બે સમય સાચવી લો એટલે એ માણસ તમારો જિંદગી આખી ઋણી બની જાય છે.
પણ અત્યારે એવું છે કે હું કોઈનો સમય ના સાચવું બસ મારો સમય સચવાઈ જવો જોઈએ.તમે ક્યારેય કોઈનો સમય સાચવો છે જરા યાદ કરો??

સમય સાચવવા એટલે વધારે કશું કરવાનું નથી... માત્ર નાત, જાત, ધર્મ, દ્વેષ ભૂલી આપણે મનુષ્ય છીએ એ યાદ રાખવાનું છે.
બાકી, તો અત્યારે એટલી હરીફાઈ કહો કે નફરત કહો એટલી હદે વધી ગયા છે.
એક નાનકડા ઉદાહરણ તરીકે કહું તો જો સાથે કામ કરતો સહકર્મચારી હોય અને બીજી નાત હોય કે કોઈ જૂનો વાંધો પડેલો હોય એની સાથે અને એ કર્મચારી કોઈ કારણે નોકરીમાં રજા મૂકી હોય..એ રજા ભલે કોઈ પણ મોટા કારણથી કેમ ન હોય?? તો પણ એની રજા કેન્સલ કરાવવા, બીજો કર્મચારી શેઠ કે બોસની પાછળ પડી જાય છે.
ભાઈ!!!પહેલા જો તો ખરા એના ઘરમાં કેટલા લોકો બિમાર છે?? એનો સમય કેવો છે?? પણ ના એ કશું જોતા નથી બસ કોઈ જૂની વાતનો બદલો લેવાનો છે એ લઈ જ લેવાનો... અથવા તો આપણી નાતનો નથી હો એને નોકરીમાંથી કઢાવવાનો છે એટલે હેરાન કરવાનો...

કોઈ કોઈ જગ્યાએ તો એટલી હદે પોતાની નાત પ્રત્યે એટલો પ્રેમ દેખાડે કે પાડોશી પણ બસ અમારી નાતનો જ હોવો જોઈએ(પછી તો ભલેને એકબીજાને ગાળો આપતા હોય)એવુ વલણ જોવા મળે છે. જો કોઈ બીજી નાતનું ભાડે પણ રહેવા આવી જાય તો એને એવી રીતે ઇગ્નોર કરવામાં આવે કે જાણે એને બિચારાને એવું લાગે કે આપણે તો કોઈ મોટો ગુનો કર્યો છે. એટલે ક્યારેક માણસ છીએ એ યાદ રાખી લેવું....

હા, હજી એક વાત હું દ્રઢપણે એવું માનું છું કે જો આપણે કોઈનો સમય સાચવી લીધો. તો આપણો સમય ઉપરવાળો સો ટકા સાચવી લે છે. એક વાત મે માર્ક કરી કે તમે એવું માનતા હોય કે જેનો સમય સાચવ્યો છે એ જ તમારો સમય સાચવશે??? ના..એવું બિલકુલ જરૂરી નથી. એનો મતલબ એ નથી કે તમે જેનો સમય સાચવ્યો એ વ્યક્તિ ખરાબ છે..પણ કોઈ કારણથી એ તમારો સમય ના સાચવી શક્યો હોય..હા,પણ એક વાત નક્કી એટલે સો ટકા ફાઈનલ છે કે ભગવાન કોઈ માણસને તો તમારી પાસે મોકલી જ આપશે.

એક વાત કહેતા ભૂલી જાવ એ પહેલાં તમે પણ યાદ રાખી લેજો કે કોઈનો સમય જો તમે સાચવી દો તો બસ. પણ એને ક્યારેય સંભળાવવું નહિ...નહિતર પછી તમે કર્યું એ બધું ઝીરો...


એની વે, આ તો મારા મનની વાતો દોસ્તો તમારી સાથે વહેંચવાની કોશિશ કરી...બાકી તો,
ચિંતા વધારે નહિ કરવાની,
માત્રને માત્ર મજા કરવાની


મહાદેવ હર..
યોગી

Gujarati Thought by Dave Yogita : 111890204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now