વરસે ઓછો ને ઉકળાટ ઝાઝો આપે છે,
વરસાદ પણ હવે માણસ જેવો લાગે છે...
ક્યાંક ધોધમાર,ક્યાંક ઝરમર તો ક્યાંક છૂટો છવાયો,
એકદમ અણધાર્યો ફક્કડ,માણસ જેવો લાગે છે...
ખાલી ભીંજવે તો જ સોડમ, ને પલાળે તો કાદવ,
ઝાઝો નજીક સારો નઈ,માણસ જેવો લાગે છે...
ફરફર, ફોરા,હેલી ને એવી તો, બાર ઓળખ રાખે,
ચહેરો પહેરે સંજોગ પ્રમાણે,માણસ જેવો લાગે છે...
વરસતો,વહેતો,ભળતો ને ફરી બંધાતો વાદળમાં,
ઉપર નીચે ચક્કર ખાતો,માણસ જેવો લાગે છે...
- નિર્મિત ઠક્કર