શું પ્રેમ લગ્નમાં માતા -પિતાની મંજુરી હોવી જોઈએ?
હમણાં થોડા સમયથી હાલમાં ટ્રેડિંગ થયેલો પ્રશ્ન છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજુરી હોવી જોઈએ કે કેમ? આ એવો એક હમણાં વધારે ચર્ચાતો પ્રશ્ન છે કે જયારે આ વાત ની ચર્ચા ટીવી ઉપર કે પછી સોશ્યલ મીડિયામાં અને લોકોના મોઢે હું સાંભણું ત્યારે મને અત્યારના કહેવાતા બુદ્ધિ જીવીઓ ઉપર હસવું આવે અને યુવાનોના ભવિષ્ય માટે ખુબ દુઃખ થાય અને હું મનોમન ઘણા વિચારોના વમણમાં ખોવાઈ જાવ છું.
એક તો બંને પંખીડાને ભાગીને લગ્ન કરવા છે પ્લસ પાછું માતા પિતા ની રજા પણ લેવી? આજ તો એવું થાય છે મનમા કે લવ મેરેજનું થોડું અર્થઘટન કરી લઈએ.
જો વૈદિક કાળની વાત કરીએ તો શરૂઆત મહાભારતથી કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ આજના વિદ્વાન ધુરંધર બુદ્ધિ જીવીઓને થોડો ઘણો સંદેશો આપ્યો છે, જો તેઓ સમજે તો? ભગવાન શ્રી કૃષ્ણએ પણ રાણી રૂક્ષમણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા રુક્મણિનું પણ હરણ જેતે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું. અને પાછું એની બહેન સુભદ્રા નું પણ હરણ અર્જુન દ્વારા કરાવ્યુ હતું અને ત્યાર પછી બીજી પેઢી અર્જુન નો પુત્ર અભિમન્યુ દ્વારા સુરેખાનું હરણ કરવામાં આવ્યું હતું. મહાભારત કાળમા અને એવા બીજા યુગોમા પણ આવા ઘણા ઉદાહરણો આપણને મળી જાશે. તો શું આપણે લવ મેરેજની વ્યાખ્યા માંથી આ ઉદાહરણો ને બાકાત રાખવા?
લવ મેરેજને મારા ખ્યાલ પ્રમાણે જો મારી ભુલ ના થતી હોય તો તેને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે છે. કે જેમાં ઘરેથી માતા પિતાની રજા મંજુરી લીધા વિના ભાગીને લગ્ન કરવામાં આવે છે અને ભાગીને લગ્ન એટલા માટેજ કરવામાં આવે છે કે કોઈની મંજુરી બંને પંખીડાને મળી નથી.
જો કે આવો કાયદો બનાવવાનું વિચારનાર મુર્ખાઓ હશે અને આ વિચારશ્રેણી ને સહયોગ આપનાર મહા મુર્ખ હશે મારા મત પ્રમાણે. જો કે આવો કાયદો ક્યારેય બનેજ નહિ અને બનવો જ ના જોઈએ, ભારતીય બંધારણનું મૂળ માળખું જ આની સાથે ઘ્વસ્ત થઈ જાય. ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં જીવન અને શરીર સ્વતંત્ર નું રક્ષણ આ અનુચ્છેદ થી અકબંધ રાખવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવી શકે છે.બંધારણ નું અપમાન કરવુ તે આપણા ભવિષ્ય માટે સલામત નથી માટે આપણે બંધારણની ગરિમા જાળવવી જોઈએ.
જો આવી હિટલર પદ્ધતિનું અનુકરણ કરવમાં આવે તો નિર્દોષ યુવાં ધનને આપણે મોતને રસ્તે મોકલી રહ્યા છે, અને એક વર્ગ વિગ્રહ ઉભો કરી રહ્યા છીએ. માટે મારી સમાજના કહેવાતા બુદ્ધિ જીવીઓને ખાસ અપીલ છે કે તમે યુવા ધનને ખોટે માર્ગે લઈ જવાને બદલે તમે એક સ્વતંત્ર સમાજનું નિર્વાણ કરો કે જેમાં જાત-પાત, ઉચ્ચ - નીચ જેવી બાબતની નો એન્ટ્રી હોય અને કહેવાતી રૂઢિ નું ખંડન કરો.
સોનુ ધોળીયા.