સંબંધો માં અટવાતી લાગણીઓ છે;
લાગણીઓ માં અટવાતા સંબધો છે.
પણ મન એક છે.....
આ સુખનું સરનામું મારુ આંગણું
ખીલતા ગુલાબ જેવી સવાર છે;
શરમાતી નવોઢા જેવી સાંજ છે;
લાગણીઓ ની લાંબી રેખ છે...
આ સુખનું સરનામું મારું આંગણું
અહિં વડીલ નહીં માવતર છે;
જીવનસાથી જ શ્રેષ્ઠ મિત્ર છે;..
હૈયા માં છલોછલ પ્રેમ છે...
આ સુખ નું સરનામું મારું આંગણુ;.
અહિં મહેમાન નહિં અતિથી આવે છે;
જાણે લાગણીઓ થેલી માં ભરી લાવે છે;..
આ સુખ નું સરનામું મારું આંગણું...
એન. આર. ખીમસુરિયા