Gujarati Quote in Poem by NIDHI RUSHIKESH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી બનવું રાધા કે નથી બનવું મીરાં
તમને સંપૂર્ણ પામવાની ચાહના છે
એટલે જ બનવું છે રુક્મિણી મારે.
નથી રમવી સાથે રાસલીલા;
નથી પીવુ 'ઝેર' મારે
સાથે એક થાળી માં જમવા ની ચાહના છે
એટલે જ બનવું છે રુક્મિણી મારે.
નથી ભૂખ તરસ વેઠવી વિરહમાં
નથી મૂર્તિ ને ભોજન જમાડવું મારે
એંઠા તાંદુલ ખાવાની ચાહના છે
એટલે જ બનવું છે રુક્મિણી મારે;
નથી રહેવું રાધા કિશોરી
નથી દ્વારિકા ની મૂર્તિમાં સમાવું મારે
પટરાણી બનવાની ચાહના છે મારે
એટલે જ બનવું છે રુક્મિણી મારે......

એન. આર. ખીમસુરિયા

Gujarati Poem by NIDHI RUSHIKESH : 111888874
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now