પડ્યાં વરસાદના એવા છાંટણા;
દિલ પર દસ્તક દઈ ગયા,
તમારી આવી એવી યાદ ને ;
મારે રોમે રોમ દઝાડી ગયા.
થયો ચમકારો વીજળીનો ને;
હું સફાળી જબકી રહી,
મનમાં એવા મલકાઈ રહ્યાં ને,
મારે રોમે રોમ દઝાડી ગયા.
મોરલા નો ટહુકો સંભળાયો ને;
લાગ્યો તારો આવ્યો સાદ,
તારી વાતો સંભળાવી ગયા ને;
મારે રોમે રોમ દઝાડી ગયા.
વાદલડી વરસી ગઈ ઓછુ ને;
છલકાયો આંસુનો આ દરિયો,
આંસુ અનરાધાર વહાવી ગયા ને;
મારે રોમે રોમ દઝાડી ગયા.
પડ્યાં વરસાદના એવા છાંટણા;
દિલ પર દસ્તક દઈ ગયા,
તમારી આવી એવી યાદ ને;
મારે રોમે રોમ દઝાડી ગયા...RV👑