એકલવાયો ચાલ્યો જતો ને મનમાં હું હરખાતો
આ દિવસની યાદોમાં હું ખરેખર છલકાતો
નવું સૌન્દર્ય માણવા મન તરસતું મારું
કલ્પનાના સાગરમાં હું માણી લેતો સારું
આનંદમાં હું ચાલી નીકળ્યો ઝડપી ડગલાં ભરતો
મુસાફરી દરમિયાન હું તો ખુશીની વાતો કરતો
મોજ મસ્તી ને નજર ફેરવતો કોલેજમાં હું આયો
નવી ભૂમિનો નવો નજારો દેખી હું મલકાયો
જાણ્યા અજાણ્યા મિત્રો સાથે, થયો પરિચય મારો
સ્વાગત અમારું કરવા માટે, શણગાર કર્યો સારો
નવા ગુરુજી મળી અમને , પરિચય કરાયો
નવા લોકોના નવા વિચારો સાથે હું સંકળાયો