વિજય કારગિલ પર, ગર્વની વાત છે.
સલામ એ સૈનિકને જે એમાં કુરબાન છે.
એ સૈનિકનો જુસ્સો તો જુઓ
મરતાં પણ "યે દિલ માંગે મોર"ની હાકલ છે.
ધન્ય એ જનેતા જેની કૂખે એ વરદાન છે,
દેશવાસીઓ સુખેથી રહો,
આવા જવાન આપણાં રખેવાળ છે.
જે કરે રક્ષા આખા દેશની,
એનું જ માન સમ્માન ન જાળવી શક્યા,
ક્યાંક તો આપણી પણ આમાં ભૂલ દેખાય છે.
આખ આડા કાન કર્યા,
એ કહેવત સાચી સૌના વર્તનમાં દેખાય છે.