અષાઢે આ મોરલા જેના ટહુકા ભીનાં થાય રે,
આ આઠ માસી તરસ્યા ચાતક મનભરી પી જાય રે;
ટહુકા કરતા મોરાલાને ઢેલણ નાચે જોને નાચ રે,
ઓલી વાટ જોતી પ્રિયતમાને પિયુમિલનની આશ રે;
વેરણ બની આ વાદળી આજે વરસે અનરાધાર રે,
વરસાદમાં ભીંજે પિયું મારો આતમ નેન બિછાત રે;
વરસાદ વરસે મન મૂકી જંગલ હિંડોળા ખાય રે,
આ આઠ માસી જ્વાળા ખાળી પૃથ્વી ટાઢી થાય રે;
તારા મિલનની રાતમાં આ મેઘ બોવ હરખાય રે,
ધીમે વરસતા મેઘમા તારું જોબનિયું ભીંજાય રે;
તનમન ભીંજે ટાઢક વળે પછી પ્રેમિકા ઘેલી થાય રે,
ઘેલી આંખ મીચી પ્રેમથી એનું ચુંબન ચોરી જાય રે;
- રાહુલ પરમાર